મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડ ઉપર પગપાળા જતા ગરાસિયા યુવાનને હડફેટે લઈ મોત નિપજાવનાર પકડાયો


SHARE







મોરબીના રાજપર રોડ ઉપર પગપાળા જતા ગરાસિયા યુવાનને હડફેટે લઈ મોત નિપજાવનાર પકડાયો

મોરબીના શનાળા ગામ પાસે આવેલા રાજપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ગત શરદ પૂનમના દિવસે શક્તિ માતાજીના મંદિરે યોજાતા યજ્ઞમાં દર્શન માટે ટંકારા પંથકમાંથી પગપાળા આવી રહેલા લોકો સાથે પગપાળા જઈ રહેલ ગરાસીયા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી હતી જેમાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના રાજપર રોડ ઉપર થયેલ અકસ્માત બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એચ.સોંદરવા દ્વારા અકસ્માત સર્જનાર વાહન ચાલક ઈરફાન રજાકભાઈ અવદાન જાતે આરબ (ઉંમર ૩૩) રહે.ખાનપર મોરબી વાળાની અકસ્માત બનાવમાં ધરપકડ કરી હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઈરફાન પાસે છોટા હાથી જેવું વાહન હતું અને તે વાહન લઈને જતો હતો ત્યારે રસ્તામાં કોઈ જનાવર આવતા તે જનાવરને બચાવવા જતા તેનું વાહન મૃતકને અડી ગયું હતું અને જેમાં તેઓનું મોત નીપજ્યું હતું.

મારામારીના બનાવમાં બે ની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ફરિયાદ નોંધાઈ હતી અને તે બનાવમાં તપાસ અધિકારી મહેશભાઈ કહાંગરા  દ્વારા મારામારી કરનાર જીતેન્દ્ર ઉર્ફે ટેપુ નટુભાઈ સારલા (ઉંમર ૩૨) રહે.સિલ્વર પાર્ક સોસાયટી ઘુંટુ રોડ મોરબી-૨ અને આનંદ દિનેશભાઈ ચાવડા (ઉમર ૩૨) રહે.રામદેવપીર મંદિર પાસે ઇન્દિરાનગર ત્રાજપર ચોકડી નજીક સામાકાંઠે મોરબી-૨ વાળાઓની મારામારીના બનાવમાં ધરપકડ કરાઈ હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહીને મજૂરી કામ કરતો અને મૂળ મહીસાગર જિલ્લાના વતની રાકેશ ભીખાભાઈ વાલુ નામના ૨૧ વર્ષના યુવાનને ખારચીયામાં ઉમા જીનીંગ નજીક કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News