મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સીરામીક કારખાનામાં શંકાસ્પદ રીતે દાઝી ગયેલ યુવતીનું સારવારમાં મોત


SHARE









મોરબીના બંધુનગર પાસે સીરામીક કારખાનામાં શંકાસ્પદ રીતે દાઝી ગયેલ યુવતીનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સોનમ સીરામીક કારખાનામાં કોઈ કારણોસર યુવતી આખા શરીરને દાઝી ગઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના કોટાના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સોનમ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રફિકભાઈ મોહમ્મદભાઈ પઠાણની દીકરી કાશીફાબેન (૧૯) ગઈકાલે સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં શંકાસ્પદ રીતે પહેરેલા કપડે આખા શરીરને દાઝી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે કેરોસીનની બોટલ ખોલીને તે પોતા મારતી હતી ત્યારે કોઈ કારણોસર તે આખા શરીરને દાઝી ગઈ હતી જેથી તે યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી જો કે સારવાર કારગત ન નિવડતા યુવતીનું મોત નિપજ્યું છે અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વૃષભનગર વિસ્તારમાં રહેતી ભાવિકાબેન વિશાલભાઈ ગોસ્વામી નામની ૨૨ વર્ષીય યુવતી કોઈ અગમ્યર કાણોસર  ફીનાઇલ પી ગઈ હતી.જેથી તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ ખાતેથી સિટી બી ડિવિઝન પોલીસમા જાણ કરાતા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાઈ છે.

શોટ લાગતા સારવારમાં

મોરબી તાલુકાના મોડપર ગામે લાઈટ ન હોય ટીસી ચેક કરવા જતા સમયે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી જયેન્દ્રસિંહ રમુભા ઝાલા નામના ૫૦ વર્ષના આધેડને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.




Latest News