મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને વાડીમાં ઝેરી દવા પી લીધી !


SHARE









વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને વાડીમાં ઝેરી દવા પી લીધી !

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા યુવાનને નશો કરવાની કુટેવ હોય તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી જેથી તે યુવાનને લાગી આવ્યું હતું અને તે યુવાને ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે કાનાની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા દિલીપભાઈ બચુભાઈ બામણીયા (૩૫)એ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી માટે તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનની પત્ની લીલાબેન પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે તેના પતિને નશો કરવાની કુટેવ હોય તેણે દારૂ પીવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા તેને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવે છે.

અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણા તાલુકામાં આવેલ નવલખી પોર્ટ અંદર રામેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં નવી નવલખી ખાતે રહેતાને ડ્રાઇવિંગનું કામ કરતા હાસમભાઈ મમદભાઈ પઠાણ (૪૫)ને ઈજા થઈ હતી જેથી તેને હાલમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે ટ્રક નંબર જીજે ૫ બીવી ૧૧૭૯ ના ચાલકે રામેશ્વર મહાદેવ મંદિર પાસે આગળ જતા ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે ત્યાં રોડ સાઈડમાં ઉભેલ ફરિયાદીના પાણીના ટાંકા નંબર જીજે ૧૨ એટી ૬૩૫૦ સાથે વાહન અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીને જમણા પગના ઢીંચણ, કમર અને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે.




Latest News