મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પડતાં વૃદ્ધાને એક શખ્સે માર માર્યો


SHARE













મોરબીના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પડતાં વૃદ્ધાને એક શખ્સે માર માર્યો

મોરબી તાલુકાના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા ઉસ્કેરાઈ ગયેલા શખ્સે વૃદ્ધને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને વૃદ્ધા તેના ઘરમાં જતાં રહ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સે તેના ઘરમાં જઈને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ડાબો હાથ મરડી નાખીને કાંડાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ તે વૃદ્ધાને છોડાવવા માટે વચ્ચે પડેલ તેની બહેનને પણ ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા (રંગપર) ગામે કુવાની સામે વાળી શેરીમાં રહેતા રતિબેન કાનાભાઈટામારિયા (૬૪)એ હાલમાં વસીમ ઓસમાણભાઈ નારેજા રહે. બેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગામમાં કુવાની સામેના ભાગમાં તેઓની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની તેમણે ના પાડી હતી જેથી કરીને આરોપીએ શેરીમાં ફરિયાદી વૃદ્ધાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદી પોતાના ઘરમાં જતા રહ્યા હતા જેથી આરોપીએ તેના ઘરમાં પ્રવેશ કરીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ડાબો હાથ મરડીને કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરેલ છે અને તેમને છોડાવવા માટે વચ્ચે પડેલ તેના બહેન બબુને ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વસીમ નારેજા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે ખલીફા (૬૨) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News