મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા નજીક ટ્રક કન્ટેનરના ચાલકે રોડ ક્રોસ કરતાં યુવાનને હડફેટે લેતા મોત


SHARE









મોરબીના ટિંબડી પાટીયા નજીક ટ્રક કન્ટેનરના ચાલકે રોડ ક્રોસ કરતાં યુવાનને હડફેટે લેતા મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા નજીક આવેલ અશ્વમેઘ હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ચાલીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લીધો હતો અને જેથી તે યુવાનને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી વિક્રમભાઈ જગદીશભાઈ મીના જાતે અનુ.જાતી (ઉંમર ૧૮) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીઝેડ ૩૦૭૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ અશ્વમેઘ હોટલ સામેથી તેઓના કાકા મુકેશભાઈ રામદેવ મીના (ઉમર ૩૦) ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેઓને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન બનાવ સ્થળે મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાનના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના ફડસર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના નરમાબેન બહાદુરભાઇ નિનામા નામની ૩૨ વર્ષની મહિલાને કામ દરમિયાન સાપ કરડી ગયો હોવાથી તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બાબતે નોંધ થતા તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

ટંકારા ખાતે રહેતા ઝરીબેન સોમાભાઈ ગોહિલ નામના ૬૦ વર્ષના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

મજુર યુવાન સારવારમાં

માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા દિનેશ ગુલાભાઈ ભુરીયા નામના ૩૫ વર્ષના મજૂર યુવાને અકસ્માતમાં ઇજા થતા મોરબી સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. તે રોડ ઉપર કામ કરતો હતો ત્યારે મશીનમાં પગ આવી જવાથી તેને ઈજા પહોંચી હોય સારવારમાં લવાયો હતો.




Latest News