મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક ઘર પાસે રમતા બાળકને ઇકોના ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE







મોરબીમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક ઘર પાસે રમતા બાળકને ઇકોના ચાલકે હડફેટે લેતા અકસ્માત

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક પાસે બાળક ઘરની બહાર રોડના કાંઠે રમતો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે તે બાળકને હડફેટે લીધો હતો જેથી બાળકને જમણા પગમાં ઇજા થઈ હતી માટે તેને સારવારમાં લઈને ગયા હતા અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ બાળકના પિતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલના ગેટની પાસે રહેતા ગોવિંદભાઈ મનજીભાઈ પરસોંડા જાતે કોળી (૩૩)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે ૩૬ એએફ ૬૬૩૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો વિજય (૮) પોતાના ઘર બહાર રોડ કાંઠે રમતો હતો ત્યારે ઇકો ગાડીના ચાલક તેને હડફેટે લીધો હતો જેથી વિજયને જમણા પગના પંજામાં ટચલી આંગળીમા ફેકચર જેવી ઇજા કરી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના ઘૂટું ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં નિશાન ભુપતભાઈ દંતેશ્વરી (૧૮) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના લીલાપર ગામે આવેલ શીતળા માતાની ડેરીની પાછળના ભાગમાં રહેતા અરવિંદભાઈ રમેશભાઈ રાવલ (૧૭) નામના સગીરને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની આગળની વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે






Latest News