મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગનારા યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો: મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગનારા યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો: મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક ખાતે રહેતા યુવાને ૨૦ હજાર રૂપિયા હાથ ઊંછીના આપ્યા હતા જે પરત માંગતા તે યુવાન મોરબીના સનાળા રોડ ઉપર હતો ત્યારે તેને જેમ ફાવે તેમાં ગાળો આપીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને શરીરે આડેધડ છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા તેમજ યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક સોસાયટી વાસ્તુ બિલ્ડિંગની બાજુમાં રહેતા જયદીપભાઇ રમેશભાઈ ભાડજા જાતે પટેલ (૩૮)એ હાલમાં દીપકભાઈ બુધદેવ રહે. મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે દસ દિવસ પહેલા આરોપીને હાથ ઉછીના ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા જે તેણે પરત માગતા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ બાલાજી તાવો ચાપડી નામની દુકાન પાસે તે હતો ત્યારે ત્યાં આરોપીએ આવીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેના નેફામાંથી છરી કાઢીને ફરિયાદી યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકયા હતા ત્યારે છાતીની નીચે પડખાના ભાગે છરીનો ઊંડો ઘા વાગી ગયો હતો અને ફરિયાદી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા જયદીપભાઇએ સારવાર લીધા બાદ હાલમાં દીપકભાઈ બુધદેવ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News