મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન
Breaking news
Morbi Today

મોરબીના મારુતિ પાર્કમાં શેરીમાં કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી


SHARE













મોરબીના મારુતિ પાર્કમાં શેરીમાં કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯)એ હાલમાં શુભાંગીબેન અને હરપાલસિંહ ડોડીયા રહે. બંને મારુતિ પાર્ક વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ શેરીમાં ફરિયાદીના ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે ફરિયાદી અને સાહેદ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે સુભાંગીબેને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને લાકડાના ધોકા વડે કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ હરપાલસિંહએ ફરિયાદી મહિલા તથા સાહેદ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ પાયલબેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે વ્યક્તિની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો મારુતિ પાર્કમાં રહેતા શુભાંગીબેન પ્રદિપસિંહ ડોડીયા (૨૬)એ પાયલબેન વિશાલભાઈ લાવડીયા અને વિશાલભાઈ લાવડીયા રહે. બંને મારુતિ પાર્ક વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ શેરી વાળવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારે પાયલબેને ફરિયાદીને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી શુભાંગીબેનને ઈજાઓ થઇ હોવાથી સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં પાયલબેન અને વિશાલભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News