ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિષ્ના પાનના ગલ્લેથી પોલીસે નસીલી શિરપની ૩૯ બોટલ કબ્જે કરી


SHARE









મોરબીમાં ક્રિષ્ના પાનના ગલ્લેથી પોલીસે નસીલી શિરપની ૩૯ બોટલ કબ્જે કરી

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલા ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાં ક્રિષ્ના પાનના ગલ્લે આયુર્વેદિક નસીલી સિરપનો બોટલો વેચાતી હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં ચેક કરવામાં આવતા સ્થળ ઉપરથી નસીલી સીરપની ૩૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૮૫૦ ની કિંમતની સિરપની બોટલો કબજે કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર નસીલી સીરપનું વેચાણ કરવામાં આવતું હોય પોલીસ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈને સીરપનો જથ્થો કબજે કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાં ક્રિષ્ના પાનના ગલ્લેથી વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ભૂદરભાઇ કરસનભાઈ પરમાર જાતે સતવારા (૨૦) રહે. યદુનંદન-૨ નાની કેનાલની બાજુમાં સનાળા રોડ મોરબી વાળાના ક્રિષ્ના પાનના ગલ્લે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી નસીલી સિરપની ૩૯ બોટલ મળી આવતા પોલીસે ૫૮૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેને આ માલ કોઈપણ જાતના આધાર પુરાવા વગર વેચાણ કરવા માટે નિલેશભાઈ ગગુભાઈ ચાવડા જાતે આહિર (૪૨) રહે. ઉમિયા સર્કલ પાછળ યદુનંદન-૨ મોરબી વાળાએ આપેલ હોવાનું સામે આવતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ એ.વી. પાતાળિયા ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે

એક બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાછળ જિન નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી વિનુભાઈ કાનજીભાઈ મિયાત્રા જાતે આહિર (૩૭) રહે. ગાયત્રી નગર પાસે કૃષ્ણનગર-૨ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News