મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નાગરિક બેંકના સભાસદોને ભેટનું વિતરણ ચાલુ: ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો હાજર રહ્યા


SHARE









મોરબી નાગરિક બેંકના સભાસદોને ભેટનું વિતરણ ચાલુ: ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો હાજર રહ્યા

મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા પારદર્શક વહીવટ કરવામાં આવે છે અને બેંકમાં સમયાંતરે જે ચોખો નફો હોય તેના આધારે દરેક સભાસદને ભેટ આપવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં મોરબી નાગરિક સહકારી બેંક દ્વારા તેના સભાસદો માટે બ્લેકેટ અને ટુવાલ સેટની બે જુદીજુદી ભેટ રાખવામા આવી છે જે પૈકીની સભાસદ નક્કી કરે તે એક ભેટ તેને બેન્ક ખાતેથી આપવામાં આવેલ છે રવિવારથી મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરોની હાજરીમાં ભેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બેંકના ચેરમેન ભરતભાઇ મીરાણી, ડિરેક્ટર આપાભાઈ કુંભારવાડીયા, હંસાબેન ઠાકર, ચંદ્રિકાબેન પલાણ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે બેંકના ચેરમેન ભરતભાઇ મીરાણીએ જણાવ્યુ હતું કે આ નાના લોકો માટેની બેન્ક છે ત્યાં લોકોને કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ વગર લોન આપવામાં આવેલ છે તો ડિરેક્ટર આપાભાઈ કુંભારવાડીયાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં મિલકત લેનારને લોન લેવામાં અન્ય બેંકમાં ઘણી મુશ્કેલી પડે છે જો કે, આ બેન્ક મારફતે વેલ્યુએશન આધારે પણ લોન આપવામાં આવે છે તેનો ઘણા જરૂરિયાત વાળા પરિવારોને લાભ મળે છે આ તકે આવેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, શહેરના સામાકાંઠે વિસ્તારમાં પણ મોરબી નાગરિક સહકારી બેંકની એક બ્રાન્ચ શરૂ કરવામાં આવે તો આ મોરબીની આપની પોતાની કહી શકાય તેવી બેન્કનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેમ છે વધુમાં મોરબી નાગરિક સહકારી બેંકમાં ચેરમેને જણાવ્યુ હતુ કે, ત્રણ રવિવાર સુધી બેંકના સભાસદોને ભેટ આપવા માટે બેન્કની બાજુમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને સભાસદોએ વહેલમાં વહેલી તકે પોતાની ભેટ મેળવી લેવાની રહેશે




Latest News