હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં  સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













હળવદ તાલુકામાં  સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ચીત્રોડી ગામનો સગીરા સાથે દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને દુષ્કર્મ કેશમાં નીર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચીત્રોડી ગામના તા. ૬/૬/૨૦૨૩ ના રોજ ફરીયાદીને ભોગ બનનાર ૧૨.૫ વર્ષની દિકરી ઉપર બળાત્કાર થયો હતો જેની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા રહે, ચીત્રોડી તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોધવામાં આવ્યો હતો જેમાં જણાવ્યુ હતું કે, આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા ચીત્રોડી ગામની વાડીમાં ભોગબનનારનો હાથ પકડી ઢસડીને ઓરડીમાં લઈ ગયો હતો અને ઓરડીની રૂમનો દરવાજો બંઘ કરી દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને હળવદ પોલીસે પાકસો એકટની કલમ ૪, ૫ (એલ), , ૧૨ તથા આઈ. પી. સી. કલમ ૩૭૬ (ર) (જે) ૩૭૬ (૩), ૩૫૪ (એ), તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩ (૨) (વી એ) ૩ (ર) (વી), ૩ (૧) (ડબલ્યુ) (આઈ), મુજબનો ગુન્હો નોંધ્યો હતો અને આરોપીની ઘરપકડ કરી હતી અને તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરતા આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ વી.પી. મહીડા સાહેદની કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખીને આરોપીને કોર્ટે નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયાના તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઝા) તથા મેનાઝબેન એ. પરમાર રોકાયેલા હતા.






Latest News