માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સાથે ભેદભાવની કલેકટરને રજૂઆત


SHARE







મોરબીની સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સાથે ભેદભાવની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં અનું. જાતિ સાથે ભેદભાવ રાખવામા આવે છે જેથી કરીને ભેદભાવ રાખનારા અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર જી.ટી. પંડ્યાને આવેદન આપવામાં આવ્યું છે જેમાં વિનોદભાઈ પરમારે જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં અનુ. જાતિના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે અવારનવાર ગેરવર્તન કરવામાં આવે છે જેથી કરીને અનુ. જાતિમાં રોષની લાગણી છે અને મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં એક આગેવાનને હડધૂત કરવામાં આવ્યા હતા તેમજ ગોર ખીજડિયા ગામે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અનુ. જાતિની અનેક જમીનો હડપ કરવામાં આવી છે તે સહિતના પ્રશ્નોમાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી જવાબદાર અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અહિંસક આંદોલન કરવાની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી છે






Latest News