હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ નજીક કારખાનામાં બેભાન થઈને પડી ગયેલા વૃદ્ધનું મોત


SHARE













મોરબીના ઘુટુ નજીક કારખાનામાં બેભાન થઈને પડી ગયેલા વૃદ્ધનું મોત

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ પેપરમીલની અંદર કામ દરમિયાન અચાનક પડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલ કારખાનામાં ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા નાનકાઅલી મુરાદઅલી (૬૩) નામના વૃદ્ધ અચાનક બેભાન થઈને પડી ગયા હતા અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ બરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

દેશી દારૂ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામના પાવર હાઉસ પાછળના ભાગમાં કચરાના ઢગલામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૦૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે જયેશભાઈ જયંતીભાઈ માકાસણા જાતે પટેલ (૨૩) રહે. નવા ધરમપુર, કરમણભાઇ રમેશભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૪) રહે. કબીર ટેકરી શેરી નં-૧ મોરબી, શાહબાજ ફારૂકભાઇ શાહમદાર જાતે ફકીર (૨૨) રહે. મચ્છીપીઠ ઇદગાહ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. ધરમપુર રોડ લાભનગર સોસાયટી મોરબી અને નિલેશ ઉર્ફે નીલો દિનેશભાઈ મજેઠીયા રહે. સોઓરડી મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News