મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ગાયત્રી આશ્રમ પાછળથી દારૂની ૭૫ બોટલ કબજે: આરોપીની શોધખોળ


SHARE











મોરબી નજીક ગાયત્રી આશ્રમ પાછળથી દારૂની ૭૫ બોટલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધુતારીની વાડી નજીક ગાયત્રી આશ્રમની પાછળ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની ૭૫ બોટલ મળી આવતા પોલીસે ૭૫૦૦ ની કિંમતના દારૂનો જથ્થો કબજે કર્યો છે અને ગુનો નોંધીને નાસી ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર ધુતારીની વાડી ગાયત્રી આશ્રમની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૭૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય દીપકભાઈ સુરેશભાઈ આત્રેશિયા રહે. ધુતારીની વાડી ગાયત્રી મંદિર પાછળ નવલખી બાયપાસ રોડ મોરબી વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરના એકટીવાને રોકીને પોલીસે એકટીવા ઉપર જઈ રહેલા શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી આઠ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૬૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૫૦ હજારની કિંમતનું સ્કૂટર મળીને ૫૦,૧૬૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કિશોરસિંહ ઉદુભા ઝાલા જાતે દરબાર (૪૨) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નંબર ૧૦૬ મોરબી અને પૃથ્વીરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૨) રહે. સનાળા પટેલ વાડી સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને આ દારૂનો જથ્થો ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહિલ રહે સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાએ આપ્યો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે




Latest News