હળવદના રાણેકપરથી માસીના દીકરાના લગ્ન પૂરા કરીને ઘરે જતાં પિતરાઇ ભાઈ-બહેનોને નડ્યો અકસ્માત: એકનું મોત
SHARE
હળવદના રાણેકપરથી માસીના દીકરાના લગ્ન પૂરા કરીને ઘરે જતાં પિતરાઇ ભાઈ-બહેનોને નડ્યો અકસ્માત: એકનું મોત
મોરબી તાલુકાના જેતપર ગામેથી માસીના દીકરાના લગ્નમાં રાણેકપર ગયેલ યુવતી અને તેના દાદાના દીકરા ભાઈ અને બહેન સાથે લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા જેતપર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુસવાવ ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવેલા ટ્રેક્ટરના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવતીએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પાયલબેન રાજેશભાઈ હમીરપરા જાતે કોળી (૧૯)એ હાલમાં ટ્રેક્ટર નં જીજે ૧૩ સીએ ૯૮૫૬ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના માસીના દીકરાના લગ્ન હોવાથી રાણેકપર ગામે તેની માતા કંચનબેન અને બે બહેન પૂજા અને નંદની તેમજ ભાઈ જેરામ સાથે ત્યાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ ગઈકાલે બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં ફરિયાદી પાયલબેન તેના દાદાના દીકરા પ્રકાશભાઈ ચંદુભાઈ હમીરપરાના બાઈક નંબર જીજે ૩૬ એ ૨૫૫૮ માં પ્રકાશભાઈ અને તેના સગા બહેન હેતલબેન ચંદુભાઈ હમીરપરા સાથે જેતપર તરફ જવા માટે થઈને નીકળ્યા હતા ત્યારે જુના ધનાળા ગામના પાટીયાથી આગળના ભાગમાં સુસવાવ ગામના પાટીયા નજીક રોંગ સાઈડમાં ટ્રેક્ટર પૂર ઝડપે આવી રહ્યું હતું જેથી કરીને પ્રકાશભાઈએ તેનું બાઈક ધીમુ પાડી દીધું હતું દરમ્યાન ટ્રેક્ટર ચાલાકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર બેઠેલા હેતલબેન ચંદુભાઈ હમીરપરાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જોકે, પાયલબેન હમીરપરા અને પ્રકાશભાઈ હમીરપરાને ઈજાઓ થઇ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં પાયલબેન હમીરપરા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે