હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની અણિયારી ચોકડીથી ૩૦ લાખના જેસીબીની ચોરી કરનાર બેલડી જેલ હવાલે


SHARE













મોરબીની અણિયારી ચોકડીથી ૩૦ લાખના જેસીબીની ચોરી કરનાર બેલડી જેલ હવાલે

સામાન્ય રીતે લોકો માતાજીનાં દર્શન કરીને ઘરે જાય ત્યારે પ્રસાદી લેતા જતાં હોય છે જો કે, ભાવનગર જિલ્લામાંથી બે મિત્રો માતાજીનાં દર્શન કરવા માટે નીકળ્યા હતા અને મોરબી જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે બંને દ્વારા એક જેસીબી મશીનની ચોરી કરવામાં આવી હતી આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબી ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા અને પોકેટ કોપ એપ્લીકેશનના મધ્યમથી પોલીસે બંને આરોપીને પકડીને ચોરીમાં ગયેલ જેસીબી કબ્જે કરેલ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમે હાલમાં જેસીબીની ચોરીનો ભેદ ઉકેલ્યો છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે મૂળ કચ્છ જિલ્લાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ જાતે રબારી (૫૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની અણીયારી ચોકડી પાસે સિલ્વર હોટલની બાજુમાં તેની માલિકીનું જેસીબી નંબર જીજે ૧૨ સીએમ ૫૨૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું જેસીબી ચોરી કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ જેસીબી સીસીટીવી કેમેરામાં દેખાયું હતુ ત્યાં તેની સાથે એક બાઇક પણ જોવા મળ્યું હતું જેથી કરીને તે બાઈકના નંબર આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તે બાઇક ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે રહેતા ભરતભાઇ રવજીભાઇ ચૌહાણનું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે ચોરીમાં ગયેલ જેસીબી પણ ત્યાંથી મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થાળ ઉપરથી શૈલેષભાઇ ભરતભાઇ ચૌહાણ જાતે કોળી (૧૯) અને વિશાલભાઇ વલ્લભભાઇ મકવાણા જાતે કોળી (૨૦) રહે. બંને નાગધણીબા જિલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે આ આરોપીઓની પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે તે બંને કચ્છમાં મોગલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી પરત જઇ રહ્યા હતા ત્યારે અણીયારી ચોકડી પાસેથી તેને જેસીબી મશીનની ચોરી કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી ૩૦ લાખનું જેસીબી અને ૨૫ હજારનું બાઇક આમ કુલ મળીને ૩૦.૨૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો






Latest News