મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રફાળેશ્વર પાસે જી.પી.સી.બી.ની પ્રાદેશિક કચેરીનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું લોકાપર્ણ


SHARE













મોરબીમાં રફાળેશ્વર પાસે જી.પી.સી.બી.ની પ્રાદેશિક કચેરીનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું લોકાપર્ણ

મોરબી જિલ્લામાં રફાળેશ્વર જી.આઈ.ડી.સી. પાસે અંદાજીત ૨.૧૧ કરોડના ખર્ચે જી.પી.સી.બી. (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ)ની અદ્યતન પ્રાદેશિક કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ્ હસ્તે રીબીન કાપી તેમજ તખ્તીનું અનાવરણ કરી લોકર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જના પડકારો અંગે યોગ્ય પગલાં લેવામાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યમાં પર્યાવરણીય સુરક્ષાની સાથે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ પર્યાવરણની સુરક્ષા માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા કરવા તથા નવીનત્તમ ટેકનોલોજીના વપરાશ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ સંરક્ષણના સઘન પ્રશ્નો તથા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે મોરબી ખાતે નવા બિલ્ડીંગનો શુભારંભ આ વિસ્તારના પર્યાવરણીય લક્ષ્યાંકોને હાંસલ કરવા, પર્યાવરણીય સુરક્ષા, સક્ષમ મોનીટરીંગ સાથે ઔદ્યોગિક વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મકકમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવીનત્તમ ટેકનોલોજી થકી પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે અને વિશ્વમાં પણ આગવી ઓળખ ધરાવે છે ત્યારે મોરબી ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના નવા બિલ્ડીંગથી બોર્ડની કામગીરી વધુ કાર્યક્ષમ કરવા સારી સુવિધા ઉપ્લબ્ધ થશે”. વધુમાં મંત્રીએ સૌને અપીલ કરતા જણાવ્યું હતું કે, “આવો, આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારની પર્યાવરણની જાળવણી માટે સંયુક્ત પ્રયાસો કરીએ તથા આગામી પેઢીને ક્લીન, ગ્રીન તથા સેફ એન્વાયરમેન્ટની ભેટ આપીએ”. આ તકે સ્વાગત પ્રવચનમાં જીપીસીબીના અધ્યક્ષ આર.બી. બારડએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે ત્યારે જિલ્લા માટે સુસજ્જ તથા આધુનિક પ્રાદેશિક કચેરીની પણ ખૂબ જ જરૂરીયાત હતી. ત્યારે આજે અંદાજીત ૨.૨૦ કરોડમાં તૈયાર થયેલ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ થતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.

આ કાર્યક્રમની આભારવિધિ જીપીસીબીના સભ્ય સચિવ ડી.એમ. ઠાકરે કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલ ચાવડાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં રફાળેશ્વર જી.આઇ.ડી.સી. પાસે પ્લોટ નંબર ૧૧૬ માં ૨.૨૦ કરોડના ખર્ચે અદ્યતન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખો કિરીટભાઇ પટેલ, વિનોદભાઇ ભાડજા, મુકેશભાઇ કુંડારિયા અને હરેશભાઈ બોપલિયા, મોરબી પેપર મિલ એસો. ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના રાજકોટ હોદેદારો, સિરામિક ઉદ્યોગકારો તેમજ કલેક્ટર જી.ટી. પંડ્યા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના હાજર રહ્યા હતા 






Latest News