હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર તેમજ જૂના મકનસર ગામેથી સગીરાઓના અપહરણ


SHARE













મોરબીના ભરતનગર તેમજ જૂના મકનસર ગામેથી સગીરાઓના અપહરણ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામેથી તેમજ વાકાનેર હાઇવે ઉપર આવેલા જુના મકનસર ગામેથી એમ બે જુદાજુદા વિસ્તારોમાંથી સગીરાઓના અપહરણ થવા બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતાં તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને સગીરાઓની ભાળ મેળવવા અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પીઆઇ કે.એ.વાળા દ્વારા આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમો હેઠળ આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા રહે.વિલજરી અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની સામે ગુનો નોંધ્યો છે અને ભોગ બનેલ સગીરાને શોધવા તેમજ આરોપીને પકડવા માટે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણનો બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જૂના મકનસર ગામે બનેલ છે જેમા ત્યાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ વાળા દ્વારા આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટનૂ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.ભોગ બનનાર પરિવાર દ્વારા એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હોય અને તે મોબાઈલ નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે રહેતા ભાવનાબેન રવિન્દ્રભાઈ સંઘાણી નામની ૨૫ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનાબેનને તેઓના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા થઈ હોય સારવારમાં લાવવામાં આવ્યા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ રાજેશભાઈ વાઘરોલીયા નામના ૧૮ વર્ષના યુવાને શનાળા રોડ વિનાયક હોન્ડાના શોરૂમ સામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે લઈ જવાયો હતો બાદમાં આ બાબતે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાયેલી હોવાથી પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા બનાવના કારણે અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News