મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ એકટીવા-બુલેટના વાહન અકસ્માત બનાવમાં મહિલા સહિત બે ને ઈજા


SHARE













મોરબીની પંચાસર ચોકડીએ એકટીવા-બુલેટના વાહન અકસ્માત બનાવમાં મહિલા સહિત બે ને ઈજા

મોરબીની પંચાસર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એકટીવા લઈને જતા મહિલાના પાછળના ભાગે બુલેટ અથડાતા મહિલા તથા બુલેટ ચલાવી રહેલા આધેડને ઇજાઓ થતા બંનેને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.આ બનાવની અંદર રમઝાનભાઇ હુસેનભાઇ ચાનિયા (ઉમર ૫૦) રહે.રંગપર તા.મોરબી અને ક્રિષ્નાબેન નારણભાઈ જાદવ (ઉંમર ૩૧) રહે. પંચાસર રોડ વાળાઓને ઇજા થતા બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલા દ્વારા અકસ્માત બનાવની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા છોટુભાઈ જગમાલભાઈ નામના ૨૪ વર્ષના યુવાનને મોરબીના લીલાપર ગામે મચ્છુ નદીના પુલ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરીને આ બાબતે વધુ તપાસ હાથ ધરાઈ હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના આમરણ ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દૂધીબેન છગનભાઈ પરમાર નામની ૪૫ વર્ષીય મહિલાને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી આ બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા મારામારીના બનાવના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબી નજીકના રાજપર ગામે રહેતા પીન્ટુભાઇ નાનજીભાઈ મારવાણીયા નામના ૩૩ વર્ષના યુવાને ગામમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોવાથી તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા બનાવના કારણ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News