મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વિતા અભિવાદન સમારોહનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિલાંબરીબેન દવે, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, એડવોકેટ એચ.એલ. અજાણી તથા મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે ધો. ૧ થી કોલેજ સુધીના ૧૬૦ વિધાર્થીઓને શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કેજી ના ૧૦૦ વિધાર્થીઓને કિટ તેમજ સન્માનપત્ર આપવામાં આવ્યા હતા તેમજ માર્કશીટ જે વિદ્યાર્થીઓએ આપી હતી તે તમામ વિધાર્થીઓને પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમની ભુમિકા આપતા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ બ્રાહ્મણોના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની સાથે તેમાં રહેલા આઇકયુ, ઇકયુ અને એસકયુ ના સમન્વયથી સફળતા પ્રાપ્ત કરવાનું આહ્વાન કર્યું હતું. આ અવસરે ઉપસ્થિત નિલાંબરીબેને પોતાના મોરબી સાથેના સંસ્મરણો તાજા કરી બ્રાહ્મણોને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા કારકિર્દી બનાવવા તથા શિક્ષણ સાથે સંસ્કારો અને સ્કિલ ડેવલપમેન્ટના સમન્વયથી એક બની કાર્ય કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોશી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કૃપાનીબેન પાઠક, દિશાબેન મહેતા અને નિશાબેન દવેએ કર્યું હતુ.






Latest News