મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટેમ્પરરી જાહેરનામું, કાયમી ઉકેલ ક્યારે..? શહેરના મુખ્ય માર્ગો તેમજ નગર દરવાજા ચોક, નવા-જુના બસ સ્ટેશન, શાક માર્કેટ ચોકના કાયમી દબાણોનું શું : શહેરીજનો


SHARE











મોરબીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટેમ્પરરી જાહેરનામું, કાયમી ઉકેલ ક્યારે..?
શહેરના મુખ્ય માર્ગો તેમજ નગર દરવાજા ચોક, નવા-જુના બસ સ્ટેશન, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારના કાયમી દબાણોનું શું : શહેરીજનો

હાલ તહેવારોના દિવસોમાં શહેરમાં ચાલવાની જગ્યા નથી તેવા સમયે શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ લાડી ગલ્લા અને પાથરણાઓના દબાણો જોવા મળે છે અને પોલીસ, પાલીકા તેમજ કલેકટર તંત્ર દ્વારા આ તમામ બાબતો સામે આંખ આડા કાન કરવામાં આવે છે અને પોતાની જવાબદારી ખંખેરવાના ભાગરૂપે અને ટેમ્પરરી સમસ્યાના ઉકેલના ભાગરૂપે જાહેરનામું પ્રસિધ્ધ કરીને શહેરમાં ભારે વાહનો આવતા રોકવામાં આવે છે પરંતુ શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાસ કરીને નગર દરવાજા ચોક, નવા-જુના બસ સ્ટેશન, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારના કાયમી દબાણોનું શું તેવો સવાલ શહેરીજનો કરી રહ્યા છે.

મોરબીમાં દલવાડી સર્કલ, લીલાપર ચોકડી, રવાપર ગામ, રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ છે.ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા.૩૦-૧૧ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પડાયું છે.

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડીથી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૦-૧૧ સુધી સવારના ૮ થી રાત્રીના ૧૨ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ-કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.




Latest News