મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ સ્કૂલમાં એસપીની હાજરીમાં સાઇબર સિક્યુરિટી સેમિનાર યોજાયો


SHARE











મોરબીની ઓસેમ સ્કૂલમાં એસપીની હાજરીમાં સાઇબર સિક્યુરિટી સેમિનાર યોજાયો

વર્તમાન સમયમાં સાયબર સલામતી અને સુરક્ષાએ આજની જરૂરિયાત છે ત્યારે મોરબી પોલીસ દ્વારા મોરબીની ઓસેમ સ્કૂલમાં સાઇબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી રાહુલ ત્રિપાઠી અને એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતના અધિકારી હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ સાયબર ક્રાઈમ, સાયબર કાયદા, હેકિંગ, સ્પામિંગ, એન્ડ્રોઈડ હેકિંગ, સોશિયલ મીડિયા તેના ફાયદા અને ગેરફાયદાને લગતા વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓને માહિતી આપી હતી અને હેકિંગ સાથે સંકળાયેલા વિવિધ સાધનો વિશે જ્ઞાન આપ્યું હતું ડીડીઓએસ હુમલાઓ અને સ્પામિંગ હુમલાઓ કેવી રીતે થાય છે તે દર્શાવ્યું હતું અને હેકિંગ તેમજ અન્ય સાયબર ક્રાઇમ્સથી લોકો કેવી રીતે પ્રભાવિત થયા છે તેની માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીઓને ચેતવણી આપી અને તેમને આવા સાયબર ક્રાઈમથી પોતાને બચાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેની માહિતી આપેલ હતી આજના અધ્યતન યુગમાં જ્યાં ફોરજી અને ફાયજી ઇન્ટરનેટની સુવિધાઓ અવેલેબલ છે તેનો ઉપયોગ કેવી રીતે અને કેમ કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી જેથી ઓમ શાંતિ સીબીએસસી સ્કૂલ (ઓસેમ સ્કૂલ) દ્વારા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News