મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે યુવાનને માર મારનારા ચાર આરોપીની ધરપકડ


SHARE











મોરબીના બેલા ગામે યુવાનને માર મારનારા ચાર આરોપીની ધરપકડ

મોરબીના બેલા ગામે યુવાનને ચાર શખ્સોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ધોકા વડે માર મારીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બેલા ગામે રહેતા વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા જાતે સંધિ (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોમજીભાઈ જેસાભાઇ રબારી, નવઘણભાઈ ઉર્ફે ગોનો રબારી, વિવેકભાઈ રણછોડભાઈ રબારી અને મેરૂભાઈ કાનાભાઈ રહે. બધા બેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા તેણે પોતાની શેરીમાં કલર વાળી ગન સાફ કરી હતી જે બાબતે તેના પત્ની રસીદાબેન અને બાજુમાં રહેતા રતિબેન કાનાભાઈ રબારી વચ્ચે બોલાચાલી થયેલ હતી જે બાબતોનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદીને ફોન કરીને તેના ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ તેને ગાળો આપી હતી બાદમાં વિવેક તથા મેરૂભાઈએ ઢીકા પાટુનો માર માર્યો હતો અને મોમજીભાઈ તથા નવઘણભાઈએ તેને ધોકા વડે માર મારીને ઈજાઓ કરી હતી તેમજ મોમજીભાઈએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી અને રાઇટર અરવિંદભાઇ દ્વારા આ ગુનામાં આરોપી મોમજીભાઈ જેસાભાઇ રબારી (૨૭) રહે. બેલા, મુન્ના ઉર્ફે નવઘણભાઈ અરજણભાઈ અજાણા જાતે રબારી, (૩૧) રહે. કામધેનુ પાછળ આવાસ યોજના કવાર્ટર મોરબી, વિવેકભાઈ રણછોડભાઈ કલોતરા જાતે રબારી (૨૫) રહે. બેલા અને મેરૂભાઈ કાનાભાઈ ટમારિયા જાતે રબારી (૨૪) રહે. બેલા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે 




Latest News