મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજના ભામાશાઓનું સન્માન કરાયું


SHARE













મોરબીમાં સતવારા સમાજના ભામાશાઓનું સન્માન કરાયું

મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના પ્રમુખ સ્થાને જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો જેમાં સતવારા જ્ઞાતિ સમાજ સમાજ સેવા મંડળનો અહેવાલ લખમણભાઇ કંઝારિયાએ આપતા જણાવ્યુ હતું કે, આ મંડળ ૫૬ વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને રૂપિયા ૮૦ હજાર ની આસપાસનો થાય છે

અત્યારે ૧૦૫ કુટુંબોને આ મંડળ સહાય કરે છે આ મંડળ હોળી, સાતમ, દશેરા, દિવાળી વગેરે તહેવારો વખતે દાતાઓ પાસેથી કીટ બનાવીને પણ નબળા પરિવારોને આપવામાં આવે છે આ ખર્ચને પહોંચી વળવા આજે મંડળની ૩૩ લાખ જેવી એફડી છે. તેમજ દર માસે -દર વર્ષે ફાળો આપતા દાતાઓ, અનાજના રૂપમાં ફાળો આપતા દાતાઓ, દરેક ધાર્મિક તહેવારોએ  કીટનો ફાળો આપતા દાતાઓનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ ના દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રમુખ સ્થાનેથી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, સમાજમાં જ્ઞાતિના અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે આવકાર્ય છે.  તે સમાજના ઉત્કર્ષ માટે કામ કરી રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ પ્રસંગમાં સતવારા જ્ઞાતિ ચેરીટેબલ  ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, ઉપપ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા,મંત્રી પ્રવીણભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ  ડાભીએ કરેલ હતું 






Latest News