મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન


SHARE











માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન

માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે તો મોરબીના ઘૂટું ગામે અને ટંકારાના હડમતીયા ગામે નાટકના આયોજનો કરવામાં આવેલ છે

વવાણીયા ગામ
માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે અને રામબાઈ માં મંદિર ખાતે તા ૧૪ ને મંગળવારે સવારે ૯ કલાકે નુતન વર્ષ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે. જેથી જ્ઞાતિજનોને તેમાં હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે આ આયોજનમાં ધીરુભાઈ હરિભાઈ રાઠોડ (રાજકોટ), કિશોરભાઈ તથા અશોકભાઈ ઉગાભાઇ ડાંગર (રાજકોટ), ગોવિંદભાઈ રામભાઈ હુંબલ (પરાપીપળીયા) તથા લાભુભાઈ પ્રભાતભાઈ હુંબલ (પરાપીપળીયા) વગેરે અન્નકૂટ મહોત્સવના મુખ્ય સહયોગીઓ છે.

ઘુંટુ (હરીનગર) ગામ
ઘુંટુ (હરીનગર) ગામે ઘુંટુની બાપા સિતારામ ગૌશાળાના લાભાર્થે નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરડીસી બેંકની બાજુમાં તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે બજરંગ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “સમ્રાટ હર્ષ” નાટક અને સાથે પેટ પકડીને હસાવવા માટે “બુધ્ધીચટ” નાટક રજુ કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા માટે અને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આયોજકોએ આપીલ કરેલ છે

હડમતીયા ગામ
ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા નાટક "વીર માંગડાવાળો યાને કે ભુત રુવે ભેંકાર"  સાથે હારયનું વાવાઝોડું "કોકમની કઠણાઈ"નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે હડમતીયા ગામે ગાયોનાં ગોંદરે નાટક રાખવામા આવેલ છે તેમાં આવવા માટે ગામના લોકો તેમજ આસપાસના લોકોને  હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ તથા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે




Latest News