મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મારા મજૂર તારા ખેતરે કેમ લઈ ગયો કહીને મોરબીના વાઘપર ગામે વૃદ્ધને માર માર્યો


SHARE











મારા મજૂર તારા ખેતરે કેમ લઈ ગયો કહીને મોરબીના વાઘપર ગામે વૃદ્ધને માર માર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે વાડીએ કપાસ વીણવા માટે મજૂર મૂકીને ગામમાં પાછા આવેલા વૃદ્ધને “મારા મજુરને કેમ તારા ખેતરે કપાસ વીણવા લઈ ગયો છો” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને હાથે અને પગ ઉપર માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાઘપર ગામે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ નાનજીભાઈ કડીવાર જાતે પટેલ (૬૨) એ હાલમાં વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે. વાઘપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે, તેઓ પોતાના ખેતરે કપાસ વીણવા માટે મજૂરને મુકવા માટે ગયા હતા અને ત્યાં મજૂરને મૂકીને પાછા ગામમાં આવી રહ્યા હતા ત્યારે વાઘપર ગામના ઝાપા પાસે વિનોદભાઈ કડીવાર બેઠા હતા અને ફરિયાદી ત્યાં ઉભા રહેતા “મારા મજુરને કેમ તારા ખેતરે કપાસ વીણવા લઈ ગયો છો” તેવું કહીને વિનોદભાઈ કડીવારે ફરિયાદી વૃદ્ધને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથે પગે માર માર્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે




Latest News