વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે બગીચામાં પાર્ક કરેલા સ્કૂટરની ડેકીમાંથી ૯૯ હજારની ચોરી: આરોપીની ધરપકડ


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામે બગીચામાં પાર્ક કરેલા સ્કૂટરની ડેકીમાંથી ૯૯ હજારની ચોરી: આરોપીની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા યુવાનના પિતાએ તેના સ્કૂટરની ડેકીમાં રોકડા રૂપિયા ૯૯૦૦૦ રાખ્યા હતા જેની ચોરી તેની સાથે સ્કૂટર ઉપર આવેલ શખ્સ દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાઇ છે જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા રાહુલભાઈ ઈશ્વરભાઈ ભંખોડીયા જાતે અનુ. જાતી (૨૯)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય નરસીભાઇ ભંખોડીયા જાતે અનુ.જાતી (૧૮) રહે. લક્ષ્મીનગર વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે, તેના પિતા ઈશ્વરભાઈ ભંખોડીયા પાવડિયારી પાસે આવેલ મેગાટ્રોન કારખાને જતાં હતા ત્યારે આરોપી તેના ઘર પાસે ઊભો હતો અને તેને પણ તે બાજુ જવું હતુ જેથી તેને ફરિયાદીના પિતાને તેના સ્કૂટર ઉપર સાથે લઈ જવા માટે કહ્યું હતું જો કે, ફરિયાદીના પિતાને કમરનો દુખાવો હોવાથી તેને અજયને સ્કૂટર ચલાવવા માટે આપ્યું હતું અને કારખાનેથી ધંધાના ૯૯૦૦૦ રૂપિયા લઈને તેઓએ પોતાન સ્કૂટરની દેકીમાં મૂક્યા હતા અને ત્યાર બાદ ફરિયાદીના પિતાએ તેના ઘરની સામે આવેલ બગીચામાં તેનું જ્યુપિટર સ્કૂટર પાર્ક કરીને મૂક્યું હતું અને તે સ્કૂટરની ડેકીમાં રાખેલા રોકડા રૂપિયા ૯૯૦૦૦ તેમાં હતા નહીં જેથી કરીને ઘરમાં પૂછપરછ કરી હતી અને બાદમાં અજય નરસીભાઇ ભંખોડીયા ઉપર શંકા હતી જેથી તેની પૂછપરછ કરતાં તે ગોળગોળ જવાબ આપતો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશના અરજી આપી હતી અને પોલીસે અજય નરસીભાઇ ભંખોડીયાની આગવી ઢબે પૂછપરછ કરતાં તેને ભાંગી પડ્યો હતો અને તેને રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધીને આરોપી અજય નરસીભાઇ ભંખોડીયા (૧૯) ની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અજયભાઈ દુર્લભજીભાઈ ગડેશિયા જાતે કોળી (૨૮) રહે વેજલપર વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News