મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મારા મજૂર તારા ખેતરે કેમ લઈ ગયો કહીને મોરબીના વાઘપર ગામે વૃદ્ધને માર માર્યો


SHARE













મારા મજૂર તારા ખેતરે કેમ લઈ ગયો કહીને મોરબીના વાઘપર ગામે વૃદ્ધને માર માર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે વાડીએ કપાસ વીણવા માટે મજૂર મૂકીને ગામમાં પાછા આવેલા વૃદ્ધને મારા મજુરને કેમ તારા ખેતરે કપાસ વીણવા લઈ ગયો છો તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને હાથે અને પગ ઉપર માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાઘપર ગામે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ નાનજીભાઈ કડીવાર જાતે પટેલ (૬૨) એ હાલમાં વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે. વાઘપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે, તેઓ પોતાના ખેતરે કપાસ વીણવા માટે મજૂરને મુકવા માટે ગયા હતા અને ત્યાં મજૂરને મૂકીને પાછા ગામમાં આવી રહ્યા હતા ત્યારે વાઘપર ગામના ઝાપા પાસે વિનોદભાઈ કડીવાર બેઠા હતા અને ફરિયાદી ત્યાં ઉભા રહેતા મારા મજુરને કેમ તારા ખેતરે કપાસ વીણવા લઈ ગયો છો તેવું કહીને વિનોદભાઈ કડીવારે ફરિયાદી વૃદ્ધને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથે પગે માર માર્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે






Latest News