મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે ગોડાઉનમાંથી ૪૬૭૦ નશાયુક્ત આયુર્વેદિક સિરપની બોટલો સાથે બે ઇસમોને દબોચ્યા


SHARE













મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે ગોડાઉનમાંથી ૪૬૭૦ નશાયુક્ત આયુર્વેદિક સિરપની બોટલો સાથે બે ઇસમોને દબોચ્યા

મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે ગોડાઉનમાં રેડ કરી હતી અને ત્યાંથી આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલિક સીરપની કુલ ૪૬૭૦ બોટલો કિંમત રૂપિયા ૬.૨૮ લાખના જથ્થા સાથે સ્થળ ઉપરથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે પોલીસે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે ગોપાલ હાર્ડવેર પાછળના ભાગે આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી આયુર્વેદિક દવાના નામે વેચાતા આલ્કોહોલિક આયુર્વેદિક સીરપની કુલ ૪૬૭૦ બોટલો કિંમત રૂપિયા ૬,૨૮,૪૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી તે મુદ્દામાલ જપ્ત કરીને તેની સાથે મળી આવેલા સાવન સુરેશભાઇ ચૌહાણ જાતે કોળી (ઉમર ૨૫) રહે.જુના દશામાં મંદિર પાસે ઇન્દિરાનગર સામાકાંઠે મોરબી-૨ તેમજ પ્રવીણ કરશનભાઇ વાઢેર (ઉમર ૨૦) રહે.ભડીયાદ કાંટા પાસે સામાકાંઠે મોરબી-૨ મળી આવતા હસ્તગત કર્યા હતા અને આ બાબતે પકડાયેલ મુદ્દામાલના લેબ ટેસ્ટીંગ સહિતની પ્રક્રિયા હાથ ધરી તેઓએ આજ જથ્થો ક્યાંથી મેળવેલ છે તે દિશામાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ નશાયુક્ત સીરપની ૨૬૪ બોટલ સાથે એકને પકડ્યો, એકની શોધખોળ શરૂ

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ એ.વી.પાતાળીયા તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ નજીક આવેલ જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં ઉભેલ મારુતિ સુઝુકીના સીએનજી વાહન નંબર જીજે ૩૬ વી ૨૨૫૫ માં સર્ચ કરવામાં આવતા તેમાંથી આયુર્વેદિક દવાના નામે વેચાતી નસાયુક્ત સીરપની ૨૦૦ બોટલો કિંમત રૂપિયા ૩૦ હજાર મળી આવી હતી.તેમજ વાહનમાંથી જુદા જુદા બિયરના ૬૪ ટીન મળી આવતા રૂપિયા ૭૦૦૦ નો તે મુદ્દામાલ આમ કુલ મળીને વાહનમાંથી ૨૬૪ બોટલો કિંમત રૂપિયા ૩૭,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હોય આગળની તપાસ માટે તે જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની સાથે ત્યાંથી મળી આવેલા સહેજાદ સલીમભાઇ મકરાણી (ઉમર ૨૩) ધંધો ડ્રાઇવિંગ રહે.સોઓરડી સામાકાંઠે ઝરીયા પાન પાસે મોરબી-૨ વાળાને સ્થળ ઉપરથી પકડ્યો હતો અને તેની પૂછપરછ દરમ્યાન કલ્પેશ લોહાણા રહે.મોરબી વાળાનું નામ ખુલતા બંને સામે આગળની કાર્યવાહી અર્થે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે.






Latest News