વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો


SHARE







મોરબીના સામાકાંઠે વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા પરિવાર દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને મોરબીના પીપળી રોડ ઉપર રહેતો જયેશ રમેશભાઈ સોલંકી નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ પરિવાર દ્વારા આ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડિયા ચલાવી રહ્યા છે

બાઇક અથડાયા

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામકો બંગલો નજીક સામસામે બે બાઈક અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મહેશભાઈ નાગજીભાઈ પરમાર (૩૩) રહે, ઘૂટું તથા દિલીપભાઈ રૂગનાથભાઈ કાબરીયા (૬૦) રહે, રફાળેશ્વર વાળા ને ઇજાઓ થઈ હતી જેથી બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતો અશ્વિન ધનજીભાઈ હડિયલ (૩૮) નામનો યુવાન મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર મોનોલીથ સીરામીક સામેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સ્લીપ થઈ જતા યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News