મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગૃહ ઉદ્યોગ થકી ભાત-ભાતના મનમોહક દિવડા બનાવી અનેક બહેનો મેળવે છે રોજગારી


SHARE











મોરબીમાં ગૃહ ઉદ્યોગ થકી ભાત-ભાતના મનમોહક દિવડા બનાવી અનેક બહેનો મેળવે છે રોજગારી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓને સહકાર આપવાના હેતુથી ‘વોકલ ફોર લોકલ’ પહેલનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે ચાલો આપણે સૌ પણ આ પહેલમાં જોડાઈએ અને આ તહેવારોની સિઝનમાં સ્થાનિક બજારોમાંથી જ નાના વેપારીઓ, લારી ધારકો અને ફેરીયાઓ પાસેથી વસ્તુ ખરીદી તેમના પરિશ્રમને અજવાળીએ. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મોરબીમાં જય બજરંગ મહિલા મંડળ સંચાલિત જય બજરંગ દીવડા ગૃહ ઉદ્યોગ અનેક પ્રકારના દીવડા બનાવે છે ત્યારે આ દિવાળીએ તેમને ત્યાંથી દીવડાની ખરીદી કરી આપણા ઘરે તેમજ ત્યાં કામ કરતા બહેનોના ઘરે પણ અજવાળું કરીએ.

પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારો માંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ કહેવામાં આવે છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્વ રહેલું છે. ત્યારે મોરબીના લાલપર પાસે જય બજરંગ દીવડા ગૃહ ઉદ્યોગ આવેલો છે. દિલીપભાઈ વામજા અને તેમના પત્ની અનિલાબેન વામજા તેમજ તેમના ભાઈ હિતેશભાઈ વામજા ત્રણે સાથે મળી આ ગૃહ ઉદ્યોગનું સંચાલન કરે છે. તેમની સાથે ૪૦ થી ૫૦ જેટલી બહેનો પણ ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે. આ ગૃહ ઉદ્યોગની ટીમ અનેક પ્રકારના દીવડા બનાવી તેમાં પોતાના સપનાઓના સપ્તરંગો ભરી આ દીવડાને વધુ આકર્ષક બનાવે છે. અનેક બહેનોની રોજગારી સાથે જોડાયેલા આ દીવડાના ગૃહ ઉદ્યોગમાં દીવડાની અનેક પ્રકારની વેરાઈટીઓ બનાવવામાં આવે છે ઘણી બધી વેરાઈટીઓ તો એવી છે કે તમને બીજે ક્યાંય જોવા પણ ના મળે.

ગૃહ ઉદ્યોગના સંચાલક હિતેશભાઈ વામજા જણાવે છે કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ‘વોકલ ફોર લોકલ’ પહેલ શરૂ કરી છે તેનાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. લોકો સ્થાનિક બજારોમાંથી વસ્તુ ખરીદશે જેનાથી નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો તેમજ તેની સાથે જોડાયેલા અનેક લોકોની દિવાળી સુધરશે. અમે છેલ્લા દસ વર્ષથી આ દીવડાનો ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ જેમાં અમે અનેક પ્રકારના દીવડા બનાવીએ છીએ. આ દિવડા બે ઘરમાં અજવાળું કરે છે એક તો જે ખરીદે તેમના ઘરે અને બીજું આ ઉદ્યોગો સાથે જોડાયેલા નાના કામદારોના ઘરમાં. તો ચાલો આપણે પણ આ ‘વોકલ ફોર લોકલ’ પહેલમાં સહભાગી બનીને આવા નાના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગો પાસેથી વસ્તુઓની ખરીદી કરી તેમના પરિશ્રમને જરૂરથી અજવાળીએ.




Latest News