વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક વાડીમાં પતિએ કરી પત્નીની હત્યા: પરિવારજનો મૃતદેહ લઈને ૪૫૦ કિલો મીટર દૂર પોલીસ મથકે પહોચ્યા !


SHARE







મોરબી નજીક વાડીમાં પતિએ કરી પત્નીની હત્યા: પરિવારજનો મૃતદેહ લઈને ૪૫૦ કિલો મીટર દૂર પોલીસ મથકે પહોચ્યા !

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડે તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસત તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા માર્યા હતા અને તેની પત્નીની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ વાડીના શેઠને આ અંગેની જાણ કરી હતી જેથી તેને ગાડી કરી આપતા અહી કોઈને કશી જાણ કર્યા વગર બોડીને લઈને હત્યારો પતિ અને અન્ય પરિવારજનો દાહોદ જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા જેથી ત્યાંની પોલીસે હાલમાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને હત્યારા પતિની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ હાલમાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદી, તેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીના નાના ભાઈ સચિને તેના શેઠ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાને આ બનાવની જાણ કરી હતી જેથી કરીને શેઠ વાડીએ આવી ગયા હતા અને ફરિયાદી તેમજ તેના પરિવારજનોને તેઓના વતનમાં જતાં રહેવા માટે કહ્યું હતું અને તેને આર્ટિગા ગાડી નંબર જીજે ૩૬ એએફ ૪૭૦૦ બાંધી આપી હતી જેથી કરીને જેથી કરીને ફરિયાદી તેની માતાનો હત્યા કરેલ મૃતદેહ લઈને વતનમાં જય રહ્યા હતા અને ઘરે જવાના બદલે તે સીધા જ ડેડબોડી સાથે ઝોઝ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને હત્યાના આ બનાવની પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાલમાં મૃતકના દીકરાની ત્યાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આ બનાવની ત્યાંની પોલીસે મોરબી પોલીસને જાણ કરી છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News