ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના લીધે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક આશાસ્પદ યુવાનનું મોત


SHARE











 

મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના લીધે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક આશાસ્પદ યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના કારણે અવારનવાર નાના-મોટા અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેવામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે ખાડો તરવવા જતાં પાછળ આવી રહેલા બાઇક ચાલક યુવાનને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી જતાં યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ મોરબીના ગાળા ગામના રહેવાસી અને હાલમાં નવી પીપળી ગામે સિલ્વર પાર્ક સોસાયટીની અંદર રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ કુંડારીયા (૪૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર કેએ ૨૨ બી ૨૧૯૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રસ્તા ઉપરનો ખાડો તારવવા માટે થઈને ટ્રક ચાલકે ક્લીનર સાઈડમાં પોતાનો ટ્રક પાછળ જોયા વગર લઇ લીધો હતો જેથી કરીને તેનો દીકરો મયુરભાઈ હિતેશભાઈ કુંડારિયા (૨૦) પાછળ તેનું બાઇક નંબર જીજે ૩ એચજે ૮૧૬૩ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને અડફેટે લીધો હતો અને મયુરના માથા ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને મયુરનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું હાલમાં મૃતક મયુરના પિતા હિતેશભાઈની ફરિયાદ લઈને પોલીસે ઘટના સ્થળે જ વાહન છોડીને નાશી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે થઇને તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના જેતપર રોડ ઉપર વર્ષોથી ખાડા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે તેવામાં વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજયું છે ત્યારે જન આશીર્વાદ યાત્રા લઈને મોરબીમાં આવેલા અહીના જ ધારાસભ્ય કે જેઓની યાત્રા ગઇકાલે મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થઈ હોવાથી તેઓએ પણ રસ્તાની પરિસ્થિતિને જોયેલી છે ત્યારે નવો રોડ જયારે બને ત્યારે પરંતુ હાલમાં બીજા કોઈ આશાસ્પદ યુવાન કે અન્ય વ્યકતીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ ન નીપજે તે માટે નક્કર કામગીરી તેમના દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણી છે.






Latest News