મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના લીધે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક આશાસ્પદ યુવાનનું મોત
મોરબીમાં ગઢની રાંગે હિસાબના પૈસા આપવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત ચાર શ્ખ્સોએ માર માર્યો
SHARE









મોરબીમાં ગઢની રાંગે હિસાબના પૈસા આપવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત ચાર શ્ખ્સોએ માર માર્યો
મોરબીના ગઢની રાંગ વિસ્તારની અંદર આવેલ દુકાને હિસાબના પૈસા આપવા માટે ગયેલા યુવાનને દુકાનદાર સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા ગાળો આપીને ધોકા વડે છાતી અને પીઠન ભાગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી નજીક સ્લમ કવર્ટરના બ્લોક નંબર ૧૨૮ માં રહેતા રામપ્રતાપ દિનકરભાઇ ઝાલા (૨૮) એ હાલમાં ગઢની રાંગ પાસે આવેલ રાજલક્ષ્મી હેન્ડલુમ નામની દુકાન ધરાવતા નિરવભાઈ પટેલ, તેના કાકા અને અન્ય બે કારીગરો આમ કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ હિસાબના પૈસા આપવા માટે ગઢની રાંગ પાસે આવેલ રાજલક્ષ્મી દુકાને ગયા હતા ત્યારે આરોપી નીરવ પટેલ અને તેના કાકા અન્ય બે કારીગરોએ તેની સાથે બોલાચાલી કરીને ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ તેને ધોકા વડે છાતી અને પીઠના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા રામપ્રતાપે સારવાર લીધા બાદ પોલીસ સ્ટેશન ખાતે દુકાનદાર સહિત ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
