મોરબીમાં આવેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈએ કેમ પોતાની સરખામણી “નાથીયા” સાથે કરી ?
મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર મોરબીમાં ૨૪૫ લીટર દારૂ સાથે મળી આવી..!
SHARE









મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર મોરબીમાં ૨૪૫ લીટર દારૂ સાથે મળી આવી..!
મોરબીના સામાકાંઠે માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયા જાતે મિંયાણા (ઉમર ૪૧) નામની મહિલા અનેક વખત દેશી દારૂના ગુનામાં પકડાયેલા હોય જીલ્લા મેજી. સમક્ષ હદપાર કરવા પોલીસ દ્રારા પ્રપોઝલ મુકી હતી જેથી કરીને સોનલબેન કટીયાને મોરબી, રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ એમ પાંચ જિલ્લાઓમાંથી તા.૬-૯-૨૧ થી છ માસ માટે તડીપાર કરવામાં આવી હતી અને તેણીએ અમદાવાદ જવા જણાવ્યું હતુ છતાં પણ તડીપાર મહિલા બુટલેગર સોનલબેન કટીયા મોરબીમાં પોતાના ઘરે જ હોવાની બાતમી મળતા સીટી બી ડિવિજન પોલીસે તેણીના મકાનમાં રેડ કરી ત્યારે તે પોતાના ઘરે જ હાજર મળી આવતા પોલીસે તેણીની ધરપકડ કરી હતી તેમજ મકાનની તલાસી લેતા મકાનમાંથી ૨૪૫ લીટર દેશી દારૂ કિંમત રૂા.૪૯૦૦ નો જથ્થો પણ મળી આવતા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયા સામે પ્રોહીબીશન એકટ મુજબ દારૂનો ગુનો તેમજ હદપારીનો ભંગ કર્યો હોય તે અંગે જીપી એકટની કલમ ૧૪૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બી ડિવિજન પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છેકે જીલ્લામાં દેશી-વિદેશીના ધંધાર્થીઓમાં પોલીસનો લેશમાત્ર ભય નથી રહ્યો તે વાસ્તવિકતા સૌએ સ્વીકારી લીધી હોય તેવું હાલની સ્થિતીમાં દેખાઇ રહ્યુ છે.
મહિલા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે રહેતી રાજુબેન સુરેશભાઈ સોલંકી નામની ૩૦ વર્ષીય મહિલાને લાલપર ગામ નજીક બપોરે એકાદ વાગ્યાના અરસામાં તેના પતિએ જોરથી હાથની આંગળી ખેંચતા ટેરવુ ખસી ગયું હતું જેથી તેણીને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે. હળવદના મોરબી દરવાજા પાસે રહેતા સોહીલ રસિકભાઈ ચૌહાણ નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયા હોવાનું એ ડિવિજન પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે. એ ડિનિજન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરી હતી.
