હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

દારૂ બાંધી છે ?: મોરબી નજીકથી હરિયાણાના શખ્સે શરૂ કરી નકલી વિદેશી દારૂની ફેકટરી !, ૧૫.૬૫ લાખનો મુદામાલ કબજે કર્યો


SHARE













દારૂ બાંધી છે ?: મોરબી નજીકથી હરિયાણાના શખ્સે શરૂ કરી નકલી વિદેશી દારૂની ફેકટરી !, ૧૫.૬૫ લાખનો મુદામાલ કબજે કર્યો

ગુજરાતમાં દારૂ બાંધી છે તો પણ દર વર્ષે રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી લાખો માહિ કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ છે અને પીવાઇ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને ગુજરાતમાં જે દારૂ આવે છે તે મોટાભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગોવા વિગેરે સેંટરોમાંથી આવે છે જો કે, બહારથી દારૂ મંગાવવામાં આવે તો પકડવાનો ડર છે છે જેથી કરીને હરિયાણાના એક શખ્સે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં જ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરી દીધી હતું જેની મોરબી એલસીબીને જાણ થતાની સાથે જ ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરીમાંથી પોલીસે ૧૧ આરોપીની ધરપકડ કરી હતી અને દારૂની ખાલી કાચની બોટલો સહિત કુલ મળીને ૧૫.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોડાઉન ભાડે રાખનારા સહિતના કુલ ૧૨ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં વર્તમાન સમયમાં માંગો તે નાસાની વસ્તુ મળી રહે તેવો ઘાટ છે ત્યારે દારૂની બોટલ જયાંથી અને જે રીતે મળે તે રીતે ઊંચી કિંમત આપીને પણ પ્યાસીઓ દારૂની બોટલો મેળવીને નસો કરતાં હોય છે જો કે, ઊંચી કિંમત આપીને લીધેલ દારૂની બોટલ અસલી છે કે નકલી તે કોઈને ખબર હોતી નથી તે હકકીત છે તેવામાં મોરબી એલસીબી ટીમે બુધવારે મોડી રાતે રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે ત્યાં નકલી વિદેશી દારૂ બનાવની ફેકટરી ધમધમી રહી હતી આ જગ્યા ઉપરથી પોલીસે હાલમાં જુદીજુદી  બ્રાન્ડની નકલી દારૂ ભરેલી ૨૮૩૨ બોટલ જેની કિંમત ૧૦,૬૨,૦૦૦ તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી ૨૫૦૦ લીટર જેની કિંમત ૧,૨૫,૦૦૦ તેમજ જુદી જુદી દારૂનો ખાલી કાચની બોટલ, ઢાંકણા, પેકીંગ મશીન, સ્ટીકર, કેમિકલ પાવડર તેમજ ૬ મોબાઈલ મળીને પોલીસે ૧૫,૬૫,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ ગોડાઉન હરિયાણાના સિરસા રહેવાસી સુરેશકુમાર આત્મારામ ડુકીયાએ ભાડે રાખ્યું હતુ અને ત્યાં નકલી દારૂની બોટલો ભરવા માટેની કામગીરી કરવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવામા આવ્યા હતા

હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગ્યા ભાડે રાખનાર સુરેશકુમાર આત્મારામ ડુકીયા રહે. સીરસા (હરીયાણા) તેમજ સ્થળ ઉપરથી પકડાયેલ બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ અનુ.જાતી (૨૭), ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ અનુ.જાતી (૨૪) રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ જાતે અનુ.જાતી (૧૯), રંજીત રોહનલાલ રામસાહય જાટવ જાતે અનુ.જાતી (૧૯), રાજકુમાર અઝઝુદીલાલ કેસરી ધોબી જાતે અનુ.જનજાતી (૨૭), રવિ જયરામ કોમીલ જાટબ જાતે અનુ.જાતી (૨૮) લીલાધર ધરમપાલ મેવારામ જાટબ જાતે અનુ.જાતી (૨૨), નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ (૨૩), ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ જાતે અનુ.જાતી (૨૨) રહે. આરોપી નં-૨ થી ૧૦ સુધીના હાલ જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્ર્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનની ઓરડીમાં મુળ ગામ સિઉરા ગામ પોસ્ટ મીરાનપુર કટરા થાના કટરા જિલ્લો સાહજહાપુર (ઉતરપ્રદેશ) અને સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી જાતે અનુ.જાતી (૨૮) રહે. મુળ પુરે હ્યદય કા પુરવા, ગાજીપુર, થાના રામગંજ તાલુકો અમેઠી (ઉતરપ્રદેશ) તેમજ બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ જાતે ઠાકોર (૫૩) રહે. મુળ ગામ ગ્વાલીયર પ્રસાદનગર, સંદિપવિધ્યાલયની બાજુમાં ચાર શહરકા નાકા ગીર્દ (મધ્ય પ્રદેશ) મુળ ઉચાડ તાલુકો ઇન્દરગઢ (મધ્ય પ્રદેશ) વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકીનાં ૧૧ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણાના આ શખ્સ દ્વારા કેટલા સમય પહેલાથી રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું ? કેટલા સમયથી ત્યાં ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો ભરવા માટેનું કામ ચાલુ હતું ? તેમજ મોરબી જિલ્લાના કયા કયા વિસ્તારોની અંદર ત્યાંથી આ ડુપ્લીકેટ દારૂની સપ્લાય કરવામાં આવતી હતી ? ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં અહીંથી આ નકલી દારૂ ભરેલી બોટલો સપ્લાય કરવામાં આવતી હતી ? તે તમામ બાબતોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે અને નકલી દારૂના આ કૌભાંડની અંદર સ્થાનિક લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવે તો કેટલી ચોકાવાની માહિતી સામે આવે તેમ છે ? જે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે તે ગોડાઉનના માલિકને ત્યાં ડુબલીકેટ દારૂ બનાવવા માટેની કામગીરી ચાલુ છે કે કેમ તે બાબતની જાણ હતી કે કેમ ? તે દિશામાં જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તો તેમાં પણ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવા રહી છે કે અગાઉ મોરબી જિલ્લામાંથી જ નકલી રેમડીસીવરનું કૌભાંડ પકડાયું હતું અને હાલમાં નકલી વિદેશી દારૂનું કૌભાંડ પણ મોરબી જિલ્લામાંથી જ પકડાયું છે આમ મોરબીની અંદર દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News