મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કર ઊભું રાખીને ગેસની ચોરી !: ૨૮ લાખથી વધુનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ


SHARE













મોરબી નજીક હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કર ઊભું રાખીને ગેસની ચોરી !: ૨૮ લાખથી વધુનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ


મોરબીના નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસ કાઢવાનું કારસ્તાન પકડાયું છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપીઓ નાસી ગયા હતા જો કે, પોલીસે સ્થળ ઉપરથી ટેન્કર, બોલેરો ગાડી સહિત ૨૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને પકડાયેલા વાહન નંબરના આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવે છે તેવી હક્કિત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાંથી ટેન્કર તથા તેની બાજુમાં બોલેરો રાખીને ગેસની ચોરી કરીને બટલા ભરવામાં આવતા હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ગેસના ભરેલા બાટલા, બોલેરો અને ટેન્કર નંબર કેએ ૧ એએમ ૯૯૨૧ મળી આવ્યા હતા જો કે, ત્યાં કોઈ વ્યક્તિ હાજર મળી આવેલ નથી જો કે, ટેન્કરમાં રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના ત્રણ સિલીન્ડરોમાં ગેસ કાઢતા હતા હાલમાં પોલીસે બોલેરો ગાડી, ૫૫ ગેસના બાટલા તેમજ ટેન્કર સહિત કુલ ૨૮,૦૫,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે આ કામગીરી તાલુકા પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ પીએસઆઇ વી.જી.જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, દિપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી






Latest News