મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસેથી દારૂ સહિત ૧.૦૫ લાખના મુદામાલ સાથે ચાર શખ્સ પકડાયા


SHARE











મોરબીના શનાળા પાસેથી દારૂ સહિત ૧.૦૫ લાખના મુદામાલ સાથે ચાર શખ્સ પકડાયા

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ જીઆઇડીસી નજીક વોકળા પાસેથી પોલીસે અઢીસો લીટર દેશી દારૂ અને બે સ્કૂટર આમ કુલ મળીને ૧,૦૫,૦૦૦ ના મુદ્દા માલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના સનાળા ગામે જીઆઇડીસી પાછળ વોકળાના કાંઠે દારૂની હેરાફેરી કરતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સ્કૂટર નંબર જીજે ૩૬એઇ ૮૬૬૪ તથા જીજે ૩૫એઇ ૫૬૫૫ મળી આવતા પોલીસે ૧૦૦૦૦૦ ની કિંમતના બે સ્કૂટર તથા અઢીસો લીટર દેશી દારૂ જેની કિંમત ૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧,૦૫,૦૦૦ ની કિંમતના મુદ્દા માલ સાથે રાજદીપસિંહ ઉર્ફે અગ્નિ મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૨૩), ભગીરથસિંહ મોહનસિંહ ઝાલા જાતે દરબાર (૨૨), રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા જાતે દરબાર (૨૭) અને સંજયભાઈ મનસુખભાઈ ગોસ્વામી જાતે બાબાજી (૪૨) રહે. બધા સનાળા વાળા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર

મોરબી શહેરના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હન્ટર કોલેજ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને કલ્પેશભાઈ કાંતિભાઈ મકવાણા જાતે ખવાસ રજપૂત (૨૪) રહે. રામકૃષ્ણ નગર કુળદેવી પાન પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News