મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસેથી દારૂ સહિત ૧.૦૫ લાખના મુદામાલ સાથે ચાર શખ્સ પકડાયા


SHARE













મોરબીના શનાળા પાસેથી દારૂ સહિત ૧.૦૫ લાખના મુદામાલ સાથે ચાર શખ્સ પકડાયા

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ જીઆઇડીસી નજીક વોકળા પાસેથી પોલીસે અઢીસો લીટર દેશી દારૂ અને બે સ્કૂટર આમ કુલ મળીને ૧,૦૫,૦૦૦ ના મુદ્દા માલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના સનાળા ગામે જીઆઇડીસી પાછળ વોકળાના કાંઠે દારૂની હેરાફેરી કરતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સ્કૂટર નંબર જીજે ૩૬ઇ ૮૬૬૪ તથા જીજે ૩૫એઇ ૫૬૫૫ મળી આવતા પોલીસે ૧૦૦૦૦૦ ની કિંમતના બે સ્કૂટર તથા અઢીસો લીટર દેશી દારૂ જેની કિંમત ૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧,૦૫,૦૦૦ ની કિંમતના મુદ્દા માલ સાથે રાજદીપસિંહ ઉર્ફે અગ્નિ મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૨૩), ભગીરથસિંહ મોહનસિંહ ઝાલા જાતે દરબાર (૨૨), રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા જાતે દરબાર (૨૭) અને સંજયભાઈ મનસુખભાઈ ગોસ્વામી જાતે બાબાજી (૪૨) રહે. બધા સનાળા વાળા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર

મોરબી શહેરના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હન્ટર કોલેજ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને કલ્પેશભાઈ કાંતિભાઈ મકવાણા જાતે ખવાસ રજપૂત (૨૪) રહે. રામકૃષ્ણ નગર કુળદેવી પાન પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News