મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE













મોરબીના જૂના બસ સ્ટેશન પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ

મોરબી શહેરના જુના બસ સ્ટેશન પાસે રોડ ઉપર ઓનલાઇન એપ્લિકેશનમાં લાઇવ ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સની પોલીસ દ્વારા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને ૨૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે લાઈવ ગુરુ ઓનલાઈન એપલીકેશનમાં લાઈવ મેચ જોઈને ન્યૂઝીલેન્ડ તથા શ્રીલંકાની ક્રિકેટ મેચ વચ્ચે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ભાવેશભાઈ નારણભાઈ સરવૈયા જાતે કોળી (૨૪) રહે. લાતી પ્લોટ શેરી નં-૧૨ મોરબી વાળાની ૧૧,૨૦૦ રોકડા તથા ૧૨,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૩,૨૦૦ ના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રાજેશભાઈ લાલજીભાઈ નકુમ રહે. માધાપર શેરી નંબર-૩ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરુ કરી છે

વરલી જુગાર

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ભાવેશભાઈ રમેશભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૩૧) રહે. મિલ પ્લોટ નવજીવન સોસાયટી વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૮૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News