મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે નજીક વાતે પાડોશીઓ વચ્ચે મારામારી


SHARE











મોરબીના રવાપર રોડે નજીક વાતે પાડોશીઓ વચ્ચે મારામારી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં નજીવી વાતે બે પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા પાંચ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નટવરભાઇ હરખાભાઈ બોડા (૪૫), શોભનાબેન નટવરભાઈ (૪૨) અને અંશ નટવરભાઇ (૧૪) ને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સામેના પક્ષેથી પ્રાપ્તિબેન વિમલભાઈ જેતપરિયા (૨૩) અને વૈશાલીબેન વિવેકભાઈ જેતપરિયા (૨૯) રહે.ગાયત્રીનગર રવાપર રોડ વાળાઓને ઇજા થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીના શનાળા પાસે રહેતા નયન મનોજભાઈ સોનેપરા નામના ૨૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ સ્કાય મોલ નજીકથી બાઈક લઈને જતા સમયે નયનભાઈનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઇજા થતા દવાખાને લઈ જવાયો હતો આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવતી સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેતી ચાંદનીબેન મિથુનભાઈ ચૌહાણ નામની ૧૬ વર્ષીય યુવતી કોઈ અજાણી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી તેમ એ ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.આ બનાવ અંગે ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાયેલી હોય પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આધેડ સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ રાજા નામના ૬૧ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ નજીક મોડી રાત્રીના બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા રાજેશભાઈને સારવાર માટે ખસેડાયા હતા.

 




Latest News