મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે શનિવારી બજારમાં મહિલાની નજર ચૂકવીને મોબાઈલ ફોનની ચોરી


SHARE











મોરબીના રવાપર ગામે શનિવારી બજારમાં મહિલાની નજર ચૂકવીને મોબાઈલ ફોનની ચોરી

મોરબીના રવાપર ગામ પાસે ભરાતી શનિવારી બજારમાં ગયેલ મહિલાનો મોબાઇલ ફોન તેના પર્સમાંથી કોઈએ નજર ચૂકવીને ચોરી કરી લીધેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન ચોરાયો હોવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉમિયા નગર સોસાયટીમાં કલ્પસેતુ એપાર્ટમેન્ટ બ્લોક નં-૭૦૨ માં રહેતા વિશાલભાઈ મહેશભાઈ ઠોરીયા જાતે પટેલ (૩૧) એ અજાણ્ય શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શનિવારી બજાર ભરાઇ છે ત્યાં તેઓના પત્ની પૂજાબેન ગયા હતા અને ત્યારે તેના પર્સમાંથી ઓપો કંપનીનો ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન કોઈએ નજર ચૂકવીને ચોરી કરી લીધેલ છે.જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

છેડતીના બનાવમાં ધરપકડ

મોરબીના ફડસર ગામે મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું જે બાબતે ભોગ બનેલ મહિલા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહિલા ખેતરેથી પરત ઘરે જઈ રહી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેનું બાવડુ પકડીને અણછાજતી માંગણી કરવામાં આવી હતી.જેને લઈને થયેલ ફરિયાદમાં તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરા દ્વારા લાખાભાઈ મેરામભાઇ બાળા જાતે બોરીચા ઉર્ફે લાખા મામા (ઉમર ૫૦) રહે.ફડસર તા.જી. મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા નાગજીભાઈ મગનભાઈ ફુલતરીયા નામના ૬૨ વર્ષના આધેડ બાઈક લઈને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મીલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માતે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલ નાગજીભાઈ ફુલતરીયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News