મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામે મજૂરને કામે લઈ ગયેલા વૃદ્ધને માર મારનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીના વાઘપર ગામે મજૂરને કામે લઈ ગયેલા વૃદ્ધને માર મારનારા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના વાઘપર ગામે વાડીએ કપાસ વીણવા માટે મજૂર મૂકીને ગામમાં પાછા આવેલા વૃદ્ધને “મારા મજુરને કેમ તારા ખેતરે કપાસ વીણવા લઈ ગયો છો” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને હાથે અને પગ ઉપર માર મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છ

જાણવા મળતી વિગત પ્રમાણે વાઘપર ગામે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ નાનજીભાઈ કડીવાર જાતે પટેલ (૬૨)એ મોરબી તાલુકા વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે. વાઘપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના ખેતરે કપાસ વીણવા માટે મજૂરને મુકવા માટે ગયા હતા અને ત્યાં મજૂરને મૂકીને પાછા ગામમાં આવી રહ્યા હતા ત્યારે વાઘપર ગામના ઝાપા પાસે વિનોદભાઈ કડીવાર બેઠા હતા અને ફરિયાદી ત્યાં ઉભા રહેતા “મારા મજુરને કેમ તારા ખેતરે કપાસ વીણવા લઈ ગયો છો” તેવું કહીને વિનોદભાઈ કડીવારે ફરિયાદી વૃદ્ધને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથે પગે માર માર્યો હતો જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આરોપી વિનોદભાઈ બચુભાઈ કડીવાર (૪૯) રહે. વાઘપર વાળાની ધરપકડ કરેલ છે

વૃદ્ધા સારવારમાં
મોરબીના કેરાળી ગામે રહેતા વાલીબાઈ ગગુભાઈ બાલાસરા નામના 76 વર્ષીય વૃદ્ધા પોતાના પૌત્રના બાઈક માં પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેઓનું બાઈક થતા બીજા પામેલ વાલીબેનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્ક વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન છગનભાઈ શેરસીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધાને બોનીપાર્કના ખૂણા પાસે બાઈક પલ્ટી મારી જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેઓને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
મોરબીના ધરમપુર ગામે રહેતા ચેતનભાઇ વેલજીભાઈ વાલેરા નામના ૨૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના રંગપર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી ચેતનભાઇ વાલેરાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જે અંગે તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News