મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની હાજરીમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રોનો શુભારંભ 


SHARE













મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની હાજરીમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રોનો શુભારંભ 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્રોનું લોકાર્પણ મોરબીમાં પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉપરાંત ગાંધીચોક નગરપાલિકા પાસે, સનાળા રોડ ઉમિયા સર્કલ, મયુર બ્રિજ કેસરબાગ સામે,  બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે અને મુખ્યમંત્રી આવાસ યોજના લીલાપર રોડ ખાતે કડિયાનાકા પર કરવામાં આવ્યુ હતું.

મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનો શુભારંભ કરાવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલા ૧૧૮ કેન્દ્રો હતા જે આજે ૧૫૫ થયા છે. આ કેન્દ્રોની સંખ્યા વધવાથી શ્રમિકો શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મહતમ લાભ લઈ શકશે.  જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીએ જણાવ્યું હતું કે, શ્રમિકો ઘણા બધા લોકોના સપના સાચા કરે છે માટે તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા શ્રમકાર્ડ ધારક શ્રમિકોને પાંચ ના દરે રોટલી, દાળ-ભાત, કઠોળનું શાક જેવો પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારિયાએ  શ્રમકાર્ડ યોજના વિશે જાણકારી આપી  હતી અને તેની યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતું

કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે  આજનો આ અન્નપૂર્ણા યોજનાનો કાર્યક્રમ  જિલ્લામાં  જ્યાં શ્રમયોગીઓ  એકત્રીત થાય છે તેવી  વિવિધ ૬ જગ્યાએ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલ અન્નપૂર્ણા યોજનાની આજે મોરબી જિલ્લામાં પણ શરૂઆત થઈ ગઈ છે, જેથી મોરબી જિલ્લાના શ્રમિકોને પણ સરકારની આ યોજનાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક તથા CISS  અંતર્ગત બાળકો અને પરિવારને ટીફીન અને સ્કૂલ બેગ અર્પણ કરાયા હતા. જેથી શ્રમકાર્ડ ધારકો જિલ્લામાં આવેલ અન્નપૂર્ણા કેન્દ્રએ જઈને રૂ. ૫ ના નજીવા દરે ટીફીન ભરીને પૌષ્ટીક આહાર મેળવી શકે.

આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાજિલ્લા  પંચાયત કારોબારી સમિતી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ કલેક્ટર જી.ટી. પંડ્યા,  મામલતદાર નિખિલ મહેતા સહિતના જિલ્લા અધિકારી તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News