મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ડ્રાઇવરે નશાની હાલતમાં ટ્રક જેગુઆર ગાડીના અથડાવ્યો


SHARE











વાંકાનેર નજીક ડ્રાઇવરે નશાની હાલતમાં ટ્રક જેગુઆર ગાડીના અથડાવ્યો

વાંકાનેરના અમરસર ફાટક પાસે નશાની હાલતમાં ટ્રક ચલાવતા શખ્સે ટ્રક આગળ લઈ જવાના બદલે પાછળ રિવર્સમાં લેતા પાછળ ઉભેલ ગાડીમાં ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને જેગુઆર ગાડીના બોનેટમાં અને બમ્પરમાં નુકસાની થઈ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ જૂની રાતીદેવરી ખાતે રહેતા સંજયસિંહ ભરતસિંહ ઝાલા જાતે દરબાર (૩૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩ એટી ૧૭૧૭ ના ડ્રાઇવર રાજુભાઈ દિનેશભાઈ માંડવીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના અમરસર ફાટક પાસેથી તેઓ પોતાની જેગુઆર ગાડી નંબર જીજે ૧૦ ડીએ ૯૧૩૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલ ટ્રક ચાલકે નશાની હાલતમાં તેનો ટ્રક આગળ જવાના બદલે રિવર્સમાં લેતા જેગુઆર ગાડીમાં અથડાવ્યો હતો જેથી કરીને ગાડીના બોનેટ અને બમ્પરમાં નુકસાની થયેલ છે અને તે બાબતે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News