મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિ જેલ હવાલે


SHARE











મોરબી નજીક વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિ જેલ હવાલે

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડ તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસર તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા મારીને તેની હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીને જેલ હવાલે કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદી, તેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકાની ધરપકડ કરીને હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News