મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે નાટક યોજાશે


SHARE











મોરબીના બગથળા-અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે નાટક યોજાશે

મોરબીના બગથળા અને અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે જુદાજુદા નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ ગામના લોકો સહિતનાઓને જાહેર અપીલ કરેલ છે

મોરબી નજીકના અણીયારી ગામે નવદુર્ગા શક્તિ મંડળ તથા અણીયારી ગામ સમસ્ત દ્વારા આગામી તા. ૧૩ ને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે સોનબેનની ચૂંદડી નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. અને અણીયારી ગામે આવેલ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં આ બંને નાટક રજૂ કરવામાં આવશે તો મહાન સામાજિક નાટક સોનબેનની ચુંદડી સાથે હાસ્યરસથી ભરપૂર કોમિક નાટક “દીકરો દયારામ” જોવા માટે અને અબોલ જીવો તેમજ ચકલાના ચણના લાભાર્થે કરવામાં આવતા આ બંને નાટકમાં આર્થિક સહયોગ આપવા આયોજકોએ અપીલ કરેલ છે

તો બગથળા ગામમાં આવેલ અંધ અપંગ ગાયોની ગૌશાળા આવેલી છે. તેના લાભાર્થે બગથળા ગામમાં અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ દ્વારા બસ સ્ટેન્ડ ની બાજુમાં તા ૧૨ ના રોજ રાતે ૯ કલાકે રામ રાજ્ય અને નાથા બાપાનો ઘરસંસાર આમ બે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ થી આ ગૌશાળા ચાલુ છે જેમાં યુવાનો અપંગ ગાયોની સેવા કરે છે. આ નાટક ભજવીને જે ભંડોળ એકત્રિત કરવામાં આવશે તે ગાયોના લાભાર્થે જ વાપરવામાં આવશે જેથી કરીને ગૌસેવાના કામ માટે યોજાતા નાટકમાં સહકાર આપવા અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ અને સમસ્ત બગથળા ગામ લોકોને અનુરોધ કરવામાં આવેલ છે




Latest News