મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક રીક્ષા ટ્રેકટરમાં અથડાતાં મુસાફરનું મોત થવાના ગુનોમાં આરોપીની ધરપકડ


SHARE













મોરબી નજીક રીક્ષા ટ્રેકટરમાં અથડાતાં મુસાફરનું મોત થવાના ગુનોમાં આરોપીની ધરપકડ

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં કારખાના ગેટની સામેથી પસાર થઈ રહેલ રીક્ષા રોડ સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા યુવાનને માથા અને પેડુ ના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતુ જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા ઢુવા ગામે રામ મંદિર સામે જીઓ ટાવર પાસે રહેતા રણજીતભાઈ રમણલાલ માવી જાતે અનુ. જાતિ (૪૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૧૯૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે મોરબીના જાંબુડીયા ગામની સીમમાં સોરોના સેનેટરી વેર અને શ્રી નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝના ગેટ સામે રોડ સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પાછળથી અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં રીક્ષામાં બેઠેલા ફરિયાદીના સગા રાધેશ્યામ સીતારામ સૂર્યવંશી (૩૨) રહે. હાલ નવા ઢુવા મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાને કપાળ માથા અને પેડુના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા અને રાઇટર વાસુદેવભાઇ સોનાગ્રાએ આરોપી રિક્ષા ચાલક ચિરાગભાઈ રાજેશભાઈ જાની (૨૫) રહે. હાઉસિંગ બોર્ડ મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે

વાહન અકસ્માત

મોરબીના જેલ રોડ ઉપર સબ જેલની સામેના ભાગમાં રહેતા પૃથ્વી રાજેશભાઈ પરમાર (૧૭) નામના યુવાનને તેના ઘર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

શોર્ટ લગતા સારવારમાં

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે મૂળ રાજસ્થાનનો રહેવાસી ટ્રક ડ્રાઇવર મુકેશકુમાર બજરંગલાલ મીણા (૨૫) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક વાયર પડતા તેના ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તાત્કાલિક તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News