મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા પરણીતા રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીની ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા પરણીતા રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ આરએફઓ ક્વાર્ટરમાં રહેતા ગરાસીયા પરિવારની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું અને હાલત નાજુક હોવાનું બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ આરએફઓ ક્વાટર (ફોરેસ્ટ કોલોનીના ક્વોટર) માં રહેતા ક્રિષ્નાબા જયદીપસિંહ જાડેજા જાતે દરબાર નામની ૨૬ વર્ષીય પરિણીતા ગઈકાલ તા.૧૦-૧૧ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી તેઓને ગંભીર હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલ ભોગ બનેલ પરિણીતાને વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બનાવની પ્રાથમિક નોંધ કરીને કયા કારણોસર ક્રિષ્નાબા જાડેજા દ્વારા ઉપરોક્ત પગલું ભરવામાં આવ્યું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનસીપ વિસ્તારમાં રહેતી ઉર્વીબેન રામેશ્વરભાઇ જેઠલોજા નામની ૧૬ વર્ષની સગીરા કોઈ કારણોસર વંદા મારવાની દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબી સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેમ બી ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના પીપળી ગામે રહેતા સગાને ત્યાં કોઈ પ્રસંગ હોય અને ત્યાં ગત તા.૩૦-૧૦ ના રોજ ગયા હતા ત્યારે પેટમાં દુખાવો થતો હોય અને માથામાં દુખાવો થતો હોય ઉર્વીબેન વંદા મારવાની દવા પી ગયા હતા..! જેથી જે તે સમયે મંગલમ હોસ્પિટલમાં લઈ જવાય હતા અને બાદમાં ગઈકાલે સમર્પણ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું પોલીસે જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શક્તિ ચોક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા રવિભાઇ મોહનભાઈ ગોહેલ (ઉંમર ૪૦) રહે.ત્રિમૂર્તિ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હત.જ્યાંથી પોલીસને જાણ કરવામાં આવેલી હોય પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે રવિભાઈ બાઇક લઈને શક્તિ ચોક પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા સારવારમાં લઈ જવાયા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




Latest News