મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પોલીસ દ્વારા એક મહિલા બુટલેગર સહિત બે ને દિવાળીમાં પાસાની ભેટ


SHARE







મોરબી પોલીસ દ્વારા એક મહિલા બુટલેગર સહિત બે ને દિવાળીમાં પાસાની ભેટ

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એક મહિલા બુટલેગર સહિત બે બુટલેગરોની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ મૂકવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા બંનેને પાસા તળે જેલ હવાલે કરવા માટે હુકમ કરવામાં આવતા પોલીસે બંનેને પકડીને જેલ હવાલે કર્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી એલસીબી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એલસીબીના પીઆઈ ઢોલ દ્વારા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ અનેક વખત દારૂના કેસોમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા જાતે મિંયાણા (ઉંમર ૪૨) રહે.માળિયા વનાળીયા સોસાયટી સોઓરડી પાછળ સામાકાંઠે મોરબી-૨ વાળા સામે તેમજ મોરબીના માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ રહેતા તોફીક ઉર્ફે તોફલો આદમ લદાણી (ઉમર ૩૪) ની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા અર્થે કાગળ તૈયાર કરીને એસપી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જે એસપી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર જે.બી.પંડ્યા સમક્ષ મૂકવામાં આવતા કલેકટર દ્વારા બંનેને જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો હતો.જેથી એલસીબી દ્વારા બંનેની ધરપકડ કરીને તોફીક આદમ લદાણીને હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતે તેમજ મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયાને સુરતની લાજપોર મધ્ય જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

 

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામે રહેતા હિંમતભાઈ કલાભાઈ પારઘી નામનો ૩૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર મોરબીના વાંકાનેર હાઈવે ઉપરના લાલપર ગામ પાસે ફિનાઈલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.આ બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

 

યુવાન સારવારમાં

મોરબીના રફેશ્વર ગામે રહેતા રાજ જયંતીભાઈ કાનાણી નામના ૨૨ વર્ષના યુવાનને ૧૫ દિવસ પહેલા ઈંટોના ભઠ્ઠામાં દાઝી જવાથી પગના ભાગે ઇજાઓ થઇ હતી અને ડાબા પગના ભાગે તે ગંભીર પણે દાજી ગયેલો હોય તેને પુન: વધુ સારવાર માટે ગઈકાલે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપરથી ખોખરા હનુમાન મંદિર જતા રસ્તે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ગોવિંદ સીતારામભાઈ અંદરવાલ નામના ૩૨ વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે લવાયો હતો.

 

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માધાપરા વિસ્તાર નજીક રહેતા વિકાસ વિશાલભાઈ ધોળકિયા જાતે દેવીપુજક નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના જેતપર રોડ બેલા ગામ નજીક આવેલ ગીતા પેકેજીંગ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News